Sustain Humanity


Thursday, July 30, 2015

માયા કોડનાની, અન્યોને પણ ફાંસી આપોઃ ઓવૈસીની માગણી


માયા કોડનાની, અન્યોને પણ ફાંસી આપોઃ ઓવૈસીની માગણી
નવી દિલ્હી � ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ્સ કેસના અપરાધી યાકુબ મેમણને આજે સવારે ફાંસી અપાઈ ગયા બાદ રાજકીય શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. અમુક વિપક્ષી નેતાઓ તો ફાંસીની સજાની વિરુદ્ધમાં બોલ્યા છે. કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહે કહ્યું છે કે ભાજપની આગેવાની હેઠળની સરકારે યાકુબ મેમણના કેસની જેવી પ્રતિબદ્ધતા ત્રાસવાદને લગતા અન્ય તમામ કેસોમાં બતાવવી જોઈએ. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા ડી. રાજાએ કહ્યું છે કે દેશમાંથી ફાંસીની સજા રદ કરવી જોઈએ. આનો મતલબ એ નથી કે વિસ્ફોટમાં ભોગ બનેલાઓના પરિવારો પ્રતિ અમને સહાનુભૂતિ નથી, પરંતુ કોઈ એક જણનો જાન લઈ લેવાથી બીજા તમામના જાન પાછા લાવી શકવાના નથી. ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઈત્તેહાદુલ મુસ્લીમીન પાર્ટીના નેતા અને હૈદરાબાદના સંસદસભ્ય અસાદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે સરકારે હવે આ પ્રકારના તમામ કેસોમાં ફાંસીની સજા આપવી જોઈએ. ઓવૈસીએ કહ્યું છે કે બાબુ બજરંગી, માયા કોડનાની, કર્નલ પુરોહિત અને સ્વામી અસીમાનંદને પણ ફાંસીની સજા આપવી જોઈએ.
--
Pl see my blogs;


Feel free -- and I request you -- to forward this newsletter to your lists and friends!

No comments:

Post a Comment