Sustain Humanity


Wednesday, July 22, 2015

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ કોરિડોરના શ્રીગણેશ ટૂંક સમયમાં


મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ કોરિડોરના શ્રીગણેશ ટૂંક સમયમાં
મુંબઈ � કેન્દ્રની મોદી સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ કોરિડોરનો અંદાજિત ખર્ચ રૂ. ૯૮,૮૦૫ કરોડ છે. તેમાં એક તરફના પ્રવાસ માટેનું ભાડું રૂ. ૨,૮૦૦ રહેવાની ધારણા છે. આ જ રૂટ પર દોડતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનની ફર્સ્ટ ક્લાસ એ.સી. ટિકિટના ભાડા કરતાં બુલેટ ટ્રેનનું ભાડું દોઢ ગણું હશે. ૫૩૪ કિ.મી.નો આ સૂચિત પ્રોજેક્ટ ૨૦૧૭માં શરૂ કરાય એવી અને ૨૦૨૩ સુધીમાં પૂરો થવાની ધારણા છે અને ટ્રેન સેવા ૨૦૨૪ સુધીમાં શરૂ થઈ શકશે. ટ્રેન પ્રતિ કલાક ૩૦૦-૩૫૦ કિ.મી.ની ઝડપે દોડશે અને બે કલાકમાં મુંબઈથી અમદાવાદ પહોંચશે. દરરોજ આ ટ્રેન ૪૦,૦૦૦ લોકોને મુસાફરી કરાવશે એવો અંદાજ છે. ભારતીય રેલવે આ સંદર્ભમાં જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી તરફથી અહેવાલ સુપરત કરાય તે પછી જ કોઈ નિર્ણય લેશે. આ પ્રોજેક્ટ માટે મંજૂરી મેળવવા એક કેબિનેટ નોંધ આવતા મહિને તૈયાર કરવામાં આવશે. જાપાનીઝ એજન્સીએ ભલામણ કરી છે કે આ રેલવે લાઈન આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારવામાં આવેલા સ્ટાન્ડર્ડ ગેજ પર નાખવી જોઈએ, પણ ભારતીય રેલવેના અમુક વર્ગની ઈચ્છા છે કે તે બ્રોડ ગેજ જ હોવી જોઈએ. ભારતમાં મોટા ભાગની મેઈન-લાઈન ટ્રેનો બ્રોડ ગેજ પર જ દોડે છે.
--
Pl see my blogs;


Feel free -- and I request you -- to forward this newsletter to your lists and friends!

No comments:

Post a Comment