Sustain Humanity


Thursday, July 9, 2015

આસારામ કેસમાં મહિલા સાક્ષી ફરી ગઇ, કહ્યું મને કંઇ ખબર નથી

 આસારામ કેસમાં મહિલા સાક્ષી ફરી ગઇ, કહ્યું મને કંઇ ખબર નથી
આસારામ સામે રાજસ્થાનની કોર્ટમાં ચાલી રહેલા જાતિય દુર્વ્યવહારના કેસમાં એક સાક્ષી 'હોસ્ટાઇલ' ઠર્યા છે. મહિલા સાક્ષી એ કોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે તેમને આસારામની પ્રવૃત્તિ અંગે કોઇ માહિતી નથી. પિડીતાના વકીલ પ્રમોદ વર્માએ કહ્યું કે સુધા પાઠક કોર્ટમાં હાજર થઇ હતી, તેણે કોર્ટને પોતે આશ્રમમાં એક ફાર્મ વર્કર હોવાથી આસારામની પ્રવૃત્તિ અંગે તેમની પાસે કોઇ માહિતી ન હોવાની જુબાની આપી હતી. કોર્ટે સ્પષ્ટતા માંગી હતી કે તે કોઇ દબાણ હેઠળ ડરેલી નથી ને ? ત્યારે તેણે નકારાત્મક જવાબ આપ્યો હતો. જોકે અગાઉ તેણે જાનનું જોખમ હોવાની અરજી કરેલી. આસારામ ઓગસ્ટ ૨૦૧૩થી જેલમાં છે. ગત વર્ષે ૨૦ ઓગસ્ટે એક ૧૬ વર્ષીય કિશોરીએ ફરિયાદ નોંધાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. કિશોરીએ આસારામ સામે જાતિય દુર્વ્યવહારની ફરિયાદ નોંધાવી હતી. ૧ જુલાઇએ કોર્ટમાં હાજર રહેલી વર્ષા પાઠકે ત્યારે તેના પર જીવનું જોખમ હોવાનું કહ્યું હતું. જોકે પિડિતાના વકીલે સાક્ષીના ફરી જવાથી કેસમાં ખાસ ફેર નહી પડે તેમ કહ્યું હતું. આ કેસના છેલ્લા સાક્ષી, તપાસનિશ અધિકારી એ.સી.પી. ચંચલ મિશ્રા કાલે કોર્ટમાં જુબાની આપશે. આસારામ અને તેના પુત્ર સામે ગુજરાતમાં સુરત ખાતે પણ બળાત્કારનો કેસ થયેલો છે.

No comments:

Post a Comment